કેમ ચાલ્યા ગયા?


કેમ ચાલ્યા ગયા?



કેમ ચાલ્યા ગયા?
આવ્યા પૂછ્યા વગર, ને કહ્યા વગર 
ચાલ્યા ગયા.

મારા દિલમાં જગા બનાવી 
કેમ ન રોકાયા અને કહ્યા વગર 
ચાલ્યા ગયા.

વાવના મીઠડા પાણી જેવી
તો, અષાઢના પહેલા વરસાદ જેવી
ક્યારેક, "કાના" ની મોરલીના
સુર જેવી,
યાદો આપીને 
કેમ ચાલ્યા ગયા?
આવ્યા પૂછ્યા વગર, ને કહ્યા વગર 
ચાલ્યા ગયા.
      
                      બીનાબા ગોહિલ


Comments

Post a Comment