સાજન



સાજન


  તરસી નજરોમાં, વેરાન વિરહમાં
  ને માનીતી બેચેનીમાં,
  એક જ સવાલ છે,
  કયારે આવે છે તારો સાજન?

આ વૈશાખી વાયરામાં, આંબાની ડાળમાં
ને કોયલના મીઠા ટહુકામાં,
  એક જ સવાલ છે,
  કયારે આવે છે તારો સાજન?આ 

આ આથમતા સૂર્યમાં,ઉગતા ચંદ્રમાં
ને શીતળ રજનીમાં 
એક જ સવાલ છે,
કયારે આવે છે તારો સાજન?

"કાના"ની મોરલીમાં,"રાધા" ના નયનમાં
ને મારા હૈયામાં,
  એક જ જવાબ  છે,
  હમણાં જ આવે છે તારો વાલમ.

                                                  બીનાબા ગોહિલ






Comments

  1. U learn that how to use poetic persona. Happy for u dear. Keep it up.

    ReplyDelete
  2. લાલ આંખો માં, તરસતી નજરો માં
    એક જ સવાલ છે
    ક્યારે આવે છે......
    Superb creation

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Review of the book “Puppet on a chain" by Alistair MacLean”

Stopping By Woods On A Snowy Evening by Robert Frost

war poets of 1st world war.