રંગ
રંગ
ક્યો રંગ લાગ્યો આ હોળીમાં મને?
રંગો તો ઘણા છે અહિં
પણ ક્યો રંગ માગ્યો આ હોળીમાં મે?
ગુલાબી,પીળો,લીલો ને ભૂરો
છતાં લાગ્યો એક રંગ અહિં અધૂરો
હા એ જ રંગ માગ્યો આ હોળીમાં મે
જે આપ્યો માગ્યા વગર મને તે
તને જોતા જ થઈ જાય એ મારો
ને ગાલ પર ઉપસી આવે એક ધારો
હા એ જ રંગ માગ્યો આ હોળીમાં મે
જે આપ્યો માગ્યા વગર મને તે
જે રંગ કહેવાય છે પ્રીતનો
જે મને લાગ્યો મારા મીતનો
તને જોઈ થઇ જાય રતુંબલ મારા ગાલ
આ હોળીમાં કરી તો જો એકવાર ગુલાલ.
- બીનાબા

Comments
Post a Comment